Loading
Loading

JEE એડવાન્સના રિઝલ્ટ પહેલાં શિડ્યુલ જાહેર કરાયું

100 સંસ્થાઓમાં આશરે 600 પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ એડમિશન લઇ શકે છે. 

જોકે હજુ સુધી જોસાની વેબસાઈટ પર બેઠકનું મેટ્રિક્સ જાહેર થયું નથી.

 મેટ્રિક્સ જાહેર થયા પછી જ આ વર્ષે આઈઆઈટીની બેઠકોની વાસ્તવિક સ્થિતિ સામે આવશે.

 23 આઈઆઈટી, 31 એનઆઈટી, 23 ટ્રિપલ આઇટી અને 23 જીએફટીઆઈ માટે કન્સલિંગ થશે. 
આ વર્ષે જોસાનું કાઉન્સલીંગ સાત રાઉન્ડમાં યોજાશે. 

15થી 25 જૂન સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલિન્ગ થશે. 

19થી 24 જૂનના પ્રથમ અને બીજા મોક સીટ જાહેર કરવામાં આવશે. 

27 જૂને પહેલાં તબક્કાનું સીટ એલોકેશન થશે. સીટ એલોકેશન પછી 28 જૂનથી 2 જુલાઈ સુધી આપવામાં આવેલ રિપોર્ટિંગ સેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. 

3 જુલાઈના રોજ બીજો રાઉન્ડ, 6 જુલાઈના ત્રીજો, 9 જુલાઈએ ચોથો, 12 જુલાઈએ 5મો, 15 જુલાઈએ છઠ્ઠો અને 18 જુલાઈના રોજ અંતિમ સાતમા રાઉન્ડનું સીટ એલોકેશન થશે.

 કેરિયર કાઉન્સલરે જણાવ્યું હતું કે, ચોઈસ ફિલિંગ દરમ્યાન વિદ્યાર્થીઓએ પોતાની કોલેજની પ્રાથમિ કતાને ઘટતા ક્રમમાં ભરવાનો એક જ અવસર આપવામાં આવશે. 

લોક કર્યા પછી તેમાં બદલાવ કરી નહિ શકાય. 


source:db.com