Loading
Loading

આ વર્ષે જેઇઇ એડવાન્સમાં પેપર અઘરા રહેતા પરિણામ નીચે

આ વર્ષે જેઇઇ એડવાન્સમાં પેપર અઘરા રહેતા પરિણામ નીચે ગયું હોવાની આશંકા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. 
જેઇઇ એડવાન્સના ટોપ 100 વિદ્યાર્થીઓના લિસ્ટમાં બે અમદાવાદી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. 
જેમાં સૌમ્ય ગોયલ 13માં ક્રમે અને શ્રેયાંસ નાગોરી- 93માં ક્રમે રહ્યાં છે. 
આ વર્ષે પહેલીવાર ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. 
જેમાં પેપર-1 અને પેપર-2માં ગણિતના પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મુંઝવ્યા હતા.
 અઘરા પેપરને કારણે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછુ રહ્યું હોવાની શક્યતા એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યાં છે.
 જેથી આવનારા સમયમાં આઇઆઇટીમાં પ્રવેશ માટેનું કટઓફ પણ નીચે જવાનું અનુમાન છે. 
આ વર્ષે પરીક્ષા ઓનલાઈન લેવાઈ હોવાથી તેની પેટર્નમાં પણ ઘણા બધા ફેરફાર આવ્યા હતા. 
કુલ 180 માર્કના ત્રણ પેપર લેવાયા હતા. 




source:db.com