Loading
Loading

‌B.Sc.માં 17 હજારથી વધુનું રજિસ્ટ્રેશન

બીએસસી વિદ્યાશાખાની 7000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 17,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 જ્યારે 5000થી વધુ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે.

 બીજી તરફ કુલ મળીને 18,000 જેટલા પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ પિન મેળવી છે. 

સીબીઅેસઈ ધોરણ 12 સાયન્સના પરિણામ પછી બીએસસીમાં રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત 25 મી મે હતી,આ મુદત વધારીને 29 મી મે સુધીની કરી દેવામાં આવી છે. 

જ્યારે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની અંતિમ મુદત 26 મી મે હતી, તે વધારીને 30 મી મે સુધીની કરી દેવામાં આવી છે. 




source:db.com