Loading
Loading

29મીએ જાહેર થશે JEE એડવાન્સની આન્સર-કી

JEE એડવાન્સની કસોટીની આંસર કી આગામી તા. 29 મેને મંગળવારના રોજ જાહેર કરાશે. 

ટોચની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ચાવીરૂપ JEE મેઇન અને એડવાન્સ એમ, 2 પરીક્ષા મુખ્ય ગણાય છે.

 જેઇઇ મેઇનમાં પાસ થયેલા ચુનંદા વિદ્યાર્થીઓ‌ જેઇઇ એડવાન્સની કસોટી આપે છે જે તાજેતરમાં લેવામાં આવી હતી

. હવે આ કસોટીની આન્સર કી વેબસાઇટ પર આગામી તારીખ 29મી મેને મંગળવારના રોજ અપલોડ કરવામાં આવશે. 

29મી મેના રોજ આન્સર કી વેબસાઇટ પર ડિસપ્લે કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાના અભિપ્રાયો તારીખ 30મી મે સુધી ઓનલાઇન આપી શકશે.

 આ પરીક્ષાનું પરિણામ 10મી જૂનના રોજ જાહેર થશે. 



source:db.com