Loading
Loading

6 જુલાઈથી ધો.10ની પૂરક પરીક્ષાનો આરંભ થશે : 4 િદવસ કસોટી લેવાશે

રોજ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની જુલાઈમાં લેવાનાર પૂરક પરિક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
તા. 6 જુલાઈથી તા. 9 જુલાઈ સુધીમાં આ પૂરક પરીક્ષા લેવામાં આવશે.
 જેમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયા હોયએ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. 
ધો.10ની જુલાઈ પુરક પરીક્ષા નો આરંભ તારીખે જુલાઈને શુક્રવારના રોજ થશે જેમાં સવારે 10 થી બપોરના 1.20 દરમિયાન ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર લેવામાં આવશે.
પ્રથમ દિવસે બપોરે૩થી સાંજના 6.20 દરમ્યાન વિજ્ઞાન અને ટેકનોલોજી નું પ્રશ્નપત્ર લેવાશે. 
બીજે દિવસે તારીખ 7 જુલાઈને શનિવારે સવારે સામાજિક વિજ્ઞાન અને બપોરે અંગ્રેજી દ્વિતીય ભાષા નું પ્રશ્નપત્ર લેવામાં આવશે.
 તારીખ ૮ જૂલાઇ રવિવારે સવારે ગણિત અને બપોરે દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર લેવામાં આવશે
 તારીખ 9 જૂલાઈની સોમવારે પરીક્ષાના અંતિમ દિવસે સવારે 10 થી બપોરના 1.20 દરમિયાન ગુજરાતી દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. 


source:db.com