Loading
Loading

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા 29 મેથી

ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહના 11માં ધોરણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ડીઇઓ કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે. 

28, મેના રોજ 10માં ધોરણનું પરિણામ આવ્યા બાદ 29 મે,થી 11- વિજ્ઞાન પ્રવાહ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. 

પ્રવેશ પ્રક્રિયા માટેનું પહેલું મેરિટ લિસ્ટ 1, જૂને બહાર આવશે. 

ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીય ધોરણે થતી હોવાથી ડીઇઓ કચેરી દ્વારા તેની ગાઇડ લાઇન આપવામાં આવે છે.

 દરેક સ્કૂલ પોતાના વર્ગ દીઠ 40 અને અન્ય શાળાના 10 અને અનામત કક્ષાના 16 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે. 




source:db.com