Loading
Loading

શહેરમાં RTEના પહેલા રાઉન્ડમાં 17 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીના પ્રવેશ માટેનો પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. 

જેમાં ગુજરાતમાંથી કુલ 9800 શાળાઓમાં 80,199 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

 જેમાં અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં 17,751 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

 ગયા વર્ષની સરખામણીમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે.

 આ વર્ષે સરકાર દ્વારા તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રહી છે. 

જેથી પ્રવેશ પ્રક્રિયા સામે કોઇ ચેલેંજના થઇ શકે. 

આવનારા સમયમાં વાલીઓ પોતાની પસંદગી અને સ્કૂલને લઇને પોતાની વાંધા અરજી રિસિવિંગ સેન્ટર પર આપી શકે છે. 

પહેલા રાઉન્ડ બાદ વાંધા અરજી અને હાજર ન થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને બીજો રાઉન્ડ 2 જૂને યોજાશે



source:db.com